Welcome to Venus Hospital

Opening Hours : Morning - 10am to 01pm Evening : 04pm to 08pm | Contact : (0286)2243777, 7096643777

Testimonials

ઇન્દુબેન રાજશીભાઇ ગોરાણીયા

આથી હું રાજશીભાઇ કારાભાઇ ગોરાણીયા કે જે લગ્ન ના રર વર્ષ પછી પણ સંતાન સુખ થી વંચિત હતો. ગુજરાત ની બધીજ હોસ્પીટલો માં વર્ષો સુધી નિષ્ફળ પ્રયાશ કરતો રહયો છતા પણ પરિણામ થી વંચીત જ રહયો. મારા જીવન માં હવે સંતાન સુખ છેજ નહી એવુ મે માની લીધુ હતુ. તો એવા માં મને વિનસ હોસ્પીટલ નું નામ સાંભળવા મળ્યુ તો હું ખુબજ આશા સાથે વિનસ હોસ્પીટલ ના ડોક્ટર પાસે આવ્યો અને વિનસ હોસ્પીટલ ના ડોક્ટરોં ડો.નિલેશ ગોરાણીયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ ચાલુ થઇ મારી IVF ટ્રીટમેન્ટ અને પહેલા જ પ્રયત્ને ડો.સાહેબને સફળતા મળી અને અમને ખુબજ તદુરસ્ત બાળક ની ભેટ મળી તો ઈશ્વર નો ખુબજ આભાર તો માનીએજ સાથે સાથે વિનસ હોસ્પીટલ ના ડો. નિલેશ ગોરાણીયા સાહેબ નું પણ હૃદય પુર્વક આભાર માનું છું. અને ભવિષ્ય માં પણ આવીજ રીતે વિનસ હોસ્પીટલ નિઃસંતાન દંપતીઓને સંતાન સુખ આપીને એક સકારાત્મક કામ કરે એવું શુભેચ્છા. આ નવ મહીનાના ટ્રીટમેન્ટ દરમ્યાન અમને કોઈ પણ જાતની તકલીફનો સામનો કરવો પડયો નથી અને હોસ્પીટલના સ્ટાફ તરફથી સંપૂર્ણ પણે ખુબજ સહકાર પ્રાપ્ત થયો અને અમને ત્યાં તા.15/01/2020 ના રોજ જોડીયા તદુરસ્ત બાળક ( બાબો અને બેબી ) નો જન્મ થયો. રાજસી કારા ગોરાણીયા ઇન્દુ રાજસી ગોરાણીયા

દેવકરણ નાનુભાઈ ગઢવી
પ્રાર્થના દેવકરણ ગઢવી

હુ દેવકરણભાઈ ગઢવી મારા લગ્ન જીવનને 10 વર્ષ પૂર્ણ થઇ ગયા હતા છતા કોઈપણ સંતાન સુખથી હું વંચીત હતો. આ 10 વર્ષ દરમીયાન મે ઘણીબધી હોસ્પીટલ મા નિષ્ફળ પ્રયત્નો કર્યા જેમકે પોરબંદર, જામનગર, ખભાળિયા જેવાકે જૂનાગઢ જેવા શહેરોની હોસ્પીટલ માં નિષ્ફળ પ્રયત્નો કર્યા છતા પણ ઈચ્છા અનુસાર પરીણામ ના મળ્યું. એવામાં મને વિનસ હોસ્પીટલ નું નામ સાંભળીયુ હું વિનસ હોસ્પીટલ ના ડો. ગોરાણીયા સાહેબને મળીયો અને અમારી IVF ટ્રીટ્મેન્ટ શરુ કરાવી. ડો.ગોરાણીયા સાહેબની તથા ડો.કાના સાહેબના પ્રયત્ન થી મારે ત્યાં ખુબજ તદુરસ્ત બે પુત્ર નો જન્મ થયો તો આ માટે વિનસ હોસ્પીટલ ના ડૉક્ટર નો ખુબજ હૃદય પુર્વક આભાર વ્યક્ત કરું છુ

પરેશ ભાઈ

આથી જણાવાનું કે અમારા લગ્નને 15 વર્ષ થયા ત્યારથી અમને કોઈ સંતાન ના હતું તો આ સંતાન સુખ પ્રાપ્ત કરવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા. શરૂઆત માં જૂનાગઢ , રાજકોટ જેવા શહેર ની હોસ્પીટલ માં નીષ્ફળ પ્રયાસ કર્યા પછી અમને વિનસ હોસ્પીટલ નું નામ જાણવા મળ્યું પછી અમે કંઈક આશા સાથે વિનસ હોસ્પીટલ આવ્યા અને વિનસ હોસ્પીટલ ના ડો. ગોરાણીયા સાહેબ તથા ડો.ઓડેદરા સાહેબ આશાનું કીરણ બંધાવ્યું અને આઈ.વિ.એફ. ટ્રીટમેન્ટ શરુ કરાવી અને સફળતા પૂર્વક રિઝલ્ટ પ્રાપ્ત કર્યું. થૅન્ક યુ વિનસ હોસ્પીટલ thank to god બોરવા